Latest News Post


પહેલી એપ્રિલથી રવિપાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરુ

પહેલી એપ્રિલથી રવિપાકની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરુ 

ટેકાના ભાવે રાયડો, સરસવ સહિત મગની ખરીદી કરાશે

ગુજરાત રાજ્યમાં પહેલી એપ્રિલથી રાજય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્રારા રવિ પાકની ખરીદી ટેકાના ભાવે શરૂ કરાશે આ માટે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આદેશ આપવામાં આવ્યો છે.

વર્ષ 2018-19 માં લઘુત્તમ ટેકાના ભાવે રાયડો , સરસવ સહિત મગની ખરીદીની પ્રક્રિયા 1 લી એપ્રિલથી એક મહિના સુધી શરૂ કરવાનું આદેશમાં જણાવાયુંછે . સરકારે નિયત કરેલા કેન્દ્રમાં 8 એપ્રિલથી 5  જૂન સુધી ખરીદી કરવામાં આવશે , જ્યારે 1 એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.  .

સરકાર દ્વારા મગની ખરીદી પ્રતિ કવિન્ટલ દીઠ રૂ. 1395 માં 5 કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે.

સરકાર દ્વારા ચણાની ખરીદી પ્રતિ કવિન્ટલ  દીઠ રૂ. 924માં 81 કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે.

સરકાર દ્વારા રાયડાની ખરીદી પ્રતિ કવિન્ટલ દીઠ  રૂ. 840 માં 35 કેન્દ્રો ઉપરથી કરવામાં આવશે.