Special Story Post


ગુજરાતના આ ખેડૂતે કોઠાસૂઝથી કાલાં વીણવાનું મશીન બનાવી કર્યો કમાલ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાનકડા ગામ એરવાડાના ખેડૂત નટુભાઈ વાઢેરે પોતાની કોઢાસૂઝના જોરે કાલાં વીણવાનું મશીન બનાવ્યું છે.નટુભાઈ વાઠેર છેલ્લા 18 વર્ષથી આ દિશામાં સંશોધન કરતા હતા ત્યારે તેમની મહેનત રંગ લાવી છે.એક સાથે પાકતી કપાસની જાત માટે બનાવેલા આ મશીનને ટ્રેક્ટર સાથે જોડીને કાલાં વીણી શકાય છે.આમશીનની કાર્ય ક્ષમતાની વાત કરીએતો 1 કલાકમાં 3થી 4 વીઘાના કાલાં વીણી શકે છે.કાલાં વીણાઈને પાછળ સ્ટોરેજ થઈ જાય છે.વર્ષ 2001થી આ મશીન બનાવવાં ટ્રાયલ કરતા હતા.ટ્રાયલ દરમિયાન 6થી 7 મશીન બનાવ્યાં હતાં.

મશીનના સંશોધનમાં 25થી30 લાખ ખર્ચ કર્યો આ ખેડૂતે કર્યો છે. નટુભાઈએ વર્ષ 2010માં આ મશીનની પેટન્ટ લીધી જેથી નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે.આજકાલ ખેત મજૂરોની અછત છે ત્યારે નટુભાઈનું આ મશીન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબીત થશે.